મમતાના ભત્રીજા બાદ કોલકાતા મેયરની દિકરી પણ હડતાળમાં જોડાઇ, કહ્યું શરમ કરો

  • મમતાના ભત્રીજા બાદ કોલકાતા મેયરની દિકરી પણ હડતાળમાં જોડાઇ, કહ્યું શરમ કરો
    મમતાના ભત્રીજા બાદ કોલકાતા મેયરની દિકરી પણ હડતાળમાં જોડાઇ, કહ્યું શરમ કરો

મમતાના ભત્રીજા બાદ કોલકાતા મેયરની દિકરી પણ હડતાળમાં જોડાઇ, કહ્યું શરમ કરો

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક હોસ્પિટલમાં દર્દી દ્વારા ડોક્ટર્સ સાથે કરવામાં આવેલ મારામારી બાદ ચાલુ થયેલ ડોક્ટર્સની હડતાળ સમગ્ર દેશમાં ફેલાઇ ચુકી છે. દેશનાં સૌથી મોટા સરકારી હોસ્પિટલ એમ્સનાં રેસીડેન્ટ ડોક્ટર્સનો પણ તેમાં સમાવેશ થાય છે. ડોક્ટર્સની આ હડતાળમાં કોલકાતાનાં મેયર અને તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) નેતા ફરહાદ હકીમની ડોક્ટર પુત્રી પણ જોડાઇ ચુકી છે. તેની પુત્રી શબા હકીમે ગુરૂવારે ડોક્ટર્સની હડતાળનું સમર્થન કર્યું. આ સાથે જ તેમણે ફેસબુકમાં એક પોસ્ટ લખી. તેમાં તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે, હું ટીએમસી સમર્થક છું પરંતુ આ મુદ્દે હું નેતાઓનાં ગોળગોળ વલણ અને તેમના દ્વારા સધાયેલી ચુપકીદી મુદ્દે શરમ અનુભવુ છું.