ગુજરાતનો પ્રથમ કિસ્સો, આ નગરપાલિકાએ હરાજીમાં મૂક્યું ‘ચાર્ટર પ્લેન’

  • ગુજરાતનો પ્રથમ કિસ્સો, આ નગરપાલિકાએ હરાજીમાં મૂક્યું ‘ચાર્ટર પ્લેન’
    ગુજરાતનો પ્રથમ કિસ્સો, આ નગરપાલિકાએ હરાજીમાં મૂક્યું ‘ચાર્ટર પ્લેન’

મહેસાણા: નગરપાલિકા દ્વારા આજથી 4 માસ પહેલા ખાનગી કંપનીના ચાર્ટડ પ્લેન સહિતની તમામ જગ્યા અને મિલ્કતને સીલ મારવામાં આવ્યું હતું. જે મિલ્કત સહિત ગુજરાતમાં પ્રથમ વાર કોઈ પાલિકાએ પ્લેન જાહેર હરાજીમાં મૂક્યું હોય તેવા પ્રથમ બનાવમાં આજે હરાજી કરવા માટેની તજવીજ કરવામાં આવી હતી. પરંતુ 3 વ્યક્તિની ડિપોઝીટ બાદ પણ કોઈ ન આવતા આજે જાહેર હરાજી રદ કરવામાં આવી છે. જે આવનારા સમયમાં ફરીવાર કરવામાં આવશે. 

મહેસાણામાં ગુજરાતમાં પ્રથમવારનો બનાવ બનવા ગયો છે. જેમાં મહેસાણા નગર પાલિકા દ્વારા એક બે નહીં પરંતુ કુલ 4 ચાર્ટડ પ્લેનની આજે જાહેર હરાજી કરવા માટેની તજવીજ કરવામાં આવી હતી. જેમાં જે 3 વ્યક્તિઓએ આ હરાજીમાં પ્લેન સહિતનો સમાન ખરીદવા માટે ડિપોઝીટ પણ ભરી હતી. મહેસાણા નગરપાલિકા દ્વારા પાલિકાની વેરાની રકમ જે લેવાની નીકળતી હતી. તે રકમ ખાનગી કંપની દ્વારા ન ભરવામાં આવતા 4 પ્લેનની આજે હરાજી કરવામાં આવી હતી.