રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ ટળ્યું, તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લાગ્યું

  • રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ ટળ્યું, તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લાગ્યું
    રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ ટળ્યું, તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લાગ્યું

અમદાવાદ: ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ દૂર થતાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોએ રાહતોનો શ્વાસ લીધો છે. ગુજરાતના તમામ બંદરો પર વાયુ વાવાઝોડાની અસર ઘટતાની સાથે જ 9 નંબરનું ભયજનક સિગ્નલ હટાવીને 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડું પોરબંદરથી 180 કિમી દૂર ફંટાયું છે. જ્યારે વેરાવળછી 230 અને દીવના દરિયા કિનરાથી 290 કિમી દૂર થયું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દ્વારાકાના દરિયા કિનારે હવે પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બંદરો પરથી 9 નંબરનું ભયજનક સિગ્નલ હટાવી દેવામાં આવ્યું છે.વાયુનો ખતરો દૂર થતાં બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં ફસાયેલા 35 જેટલા મુસાફરોને અમદાવાદની રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ મારફત બહાર લાવવામાં આવ્યા હતા. પસ્થિતિ કાબુમાં આવ્યા બાદ બેટ દ્વારકા ખાતે ફેરી બોટ સેવા શરૂ કરવામાં આવશે.