આજે આ 5 કંપનીના સ્ટોકમાં રહી શકે છે ભારે ચર્ચામાં, સંભાળીને કરજો રોકાણ

  • આજે આ 5 કંપનીના સ્ટોકમાં રહી શકે છે ભારે ચર્ચામાં, સંભાળીને કરજો રોકાણ
    આજે આ 5 કંપનીના સ્ટોકમાં રહી શકે છે ભારે ચર્ચામાં, સંભાળીને કરજો રોકાણ

મુંબઈ : શેરબજારમાં સતત ચડાવ અને ઉતાર જોવા મળે છે. 13 જૂનના દિવસે સ્ટોકની કિંમતમાં ખાસ ફેરફાર જોવા નથી મળ્યો. જોકે આ પરિસ્થિતિમાં માર્કેટ બંધ થયા પછી પણ કેટલાક સ્ટોક ભારે ચર્ચામાં રહ્યા છે અને 14 જૂનના દિવસે માર્કેટ ખુલતા જ આખો દિવસ એની મજબૂત અસર જોવા મળશે. ચાલો જાણીએ આવા જ પાંચ કંપનીના મજબૂત સ્ટોક વિશે... Adani Gas : ફ્રેન્ચ એનર્જી જાયન્ટ Total SA ભારતીય ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની Adani Gasમાં લગભગ 30 ટકા હિસ્સો હસ્તગત કરવાની તૈયારી છે. આ માટે લગભગ રૂ. 5,500 કરોડ કરતા વધારે રોકાણ કરવાનું પ્લાનિંગ છે. આ ડીલને કારણે Adani Gasના સ્ટોકની કિંમતમાં સારો એવો ઉછાળ આવી શકે છે.  HDFC/Gruh Finance : ભારતની સૌથી મોટી ધીરાણ કરતી બેંકોમાંથી એક HDFC હવે Gruh Financeના 4.2 ટકા જેટલા સ્ટેક વેચવાનું પ્લાનિંગ કરી રહી છે. આ  નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિર્દેશ પ્રમાણે બંધન બેંક સાથેના મર્જરને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. HDFCના આ નિર્ણયને પગલે તેના સ્ટોકમાં ઉછાળ આવી શકે છે. Wockhardt : ટોચની ફાર્માસ્યુટિકલ કંપનીએ માહિતી આપી છે કે યુનાઇટેડ સ્ટેટસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા 10 અને 12 જૂને ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે ભવિષ્યમાં નવી દવાઓને મંજૂરી મળી શકે છે. કંપની દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતને પગલે એના સ્ટોકમાં ઉછાળ નોંધાઈ શકે છે.  Indiabulls Real Estate (IBREL) : ધ ઇન્કમ ટેક્સ સેટલમેન્ટ કમિશને Indiabulls Real Estateને જાહેર ન કરેલી આવક પરના ટેક્સ અને વ્યાજ તરીકે રૂપિયા 300 કરોડની રકમ ભરવા માટે જણાવ્યું છે. હકીકતમાં 2016માં કંપનીએ રૂ. 400 કરોડની આવકની જાહેરાત ન કરવામાં આવી હોવાનો સ્વીકાર કર્યો હતો અને તપાસમાં કમિશનને  બીજી 405 કરોડ રૂ. જેટલી જાહેર ન કરાયેલી આવકની જાણકારી મળતા મામલો નોંધવામાં આવ્યો હતો. આ આદેશને પગલે કંપનીના શેર્સની કિંમતમાં ભારે ચડાવ અને ઉતાર નોંધાઈ શકે છે.   Union Bank of India : આ બેંકે ખાસ કરાર કર્યા છે જેના અંતર્ગત 10 લાખ ઇક્વિટી શેર્સનું વેચાણ કરવામાં આવશે. 100 રૂ. પ્રતિ શેરના ભાવના નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડિ્યા (NPCI)ના શેર્સ રૂ. 740ના ભાવે વેચવામાં આવશે. આ નિર્ણયને કારણે બેંકના સ્ટોકમાં ફેરફાર જોવા આવશે.