દિશા અને આદિત્ય ઠાકરે વચ્ચે ખરેખર શું છે? સાવ સાચી હકીકત

  • દિશા અને આદિત્ય ઠાકરે વચ્ચે ખરેખર શું છે? સાવ સાચી હકીકત
    દિશા અને આદિત્ય ઠાકરે વચ્ચે ખરેખર શું છે? સાવ સાચી હકીકત

મુંબઈ : દિશા પટણીના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે પણ હાલમાં તેની એક એવી તસવીર સામે આવી છે જેના કારણે તે સતત ટ્રોલ થઈ રહી છે. હાલમાં દિશા એક લંચ ડેટ પર ગઈ હતી અને એની તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે. દિશા સામાન્ય રીતે ટાઇગર શ્રોફ સાથે જોવા મળે છે પણ આ સિક્રેટ લંચ ડેટ પર તે નેતા ઉદ્ધવ ઠાકરેના દીકરા અને યુવા સેનાના પ્રેસિડન્ટ આદિત્ય ઠાકરે સાથે જોવા મળી હતી. લોકોએ તેની આ હરકત બદલ તેને ટ્રોલ કરી હતી.  ટાઇગરના ચાહકોએ તેને આ હરકત બદલ સોશિયલ મીડિયામાં ઝાટકી નાખી હતી. આ મામલે હવે દિશાએ સ્પષ્ટતા કરી છે. હાલમાં હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં આ ખાસ ડિનર વિશે દિશાએ કહ્યું છે કે, "હું પણ  સામાન્ય લોકોની જેમ મિત્રો સાથે લંચ અને ડિનર માટે જાઉં છું. હું મિત્રોની પસંદગી પુરુષ અને મહિલાના આધારે નથી કરતી. હું માત્ર છોકરીઓની મિત્ર નથી, પુરુષો પણ મારા મિત્રો છે. હવે હું એવા વ્યવસાયમાં છું જ્યાં મારી દરેક હરકત પર નજર રાખવામાં આવે છે. જોકે મને આ વાતની પરવા નથી. હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છું છું."