સુરત દાંડી રોડ પર આવેલી સ્કૂલમાં આગ લાગી, ફાયર વિભાગે સીલ મારી દીધું

  • સુરત દાંડી રોડ પર આવેલી સ્કૂલમાં આગ લાગી, ફાયર વિભાગે સીલ મારી દીધું
    સુરત દાંડી રોડ પર આવેલી સ્કૂલમાં આગ લાગી, ફાયર વિભાગે સીલ મારી દીધું

સુરતઃ દાંડી રોડ ખાતે આવેલી હિન્દી વિદ્યાલયમાં આજે સ્કૂલ શરૂ થાય તે પહેલાં રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, સ્કૂલ પાસે એનઓસી ન હોવાના કારણે સીલ મારી દેવામાં આવ્યું હતું. દાંડી રોડ ખાતે આવેલી પ્રેમભારતી સાંકેત હિન્દી વિદ્યાલયમાં આજે સ્કૂલ શરૂ થાય તે પહેલાં અચાનક એક ક્લાસ રૂમમાં આગ લાગી ગઈ હતી. આગના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સ્કૂલ શરૂ ન થઈ હોવાના કારણે વિદ્યાર્થીઓ આવ્યા ન હતા. જેથી કોઈ જાનહાનિ થઈ નથી.