રાજકોટ પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીને શોધવા નીકળેલા યુવકની લાશ મળી

  • રાજકોટ  પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીને શોધવા નીકળેલા યુવકની લાશ મળી
    રાજકોટ પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીને શોધવા નીકળેલા યુવકની લાશ મળી

રાજકોટ બે દિવસ પૂર્વે પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીની શોધમાં નીકળેલા માધાપર ચોકડી પાસે રહેતા યુવકની લાશ જૂના માર્કેટિંગ યાર્ડ નજીકથી મળી આવી હતી. દારૂનો નશો કરવાની ટેવ ધરાવતાં યુવકનું વધુ દારૂ પીવાથી મોત નીપજ્યું હતું કે વખ ઘોળી જિંદગી ટૂંકાવી હતી? પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.   ભીચરીના વતની અને માધાપર ચોકડી પાસે રહેતા બાબુ રમણીક સોલંકી (ઉ.વ.35)ની પત્ની પાયલ બે દિવસ પૂર્વે પાડોશી અનિલ કોળી સાથે ભાગી ગઇ હતી. પત્ની પાયલ પ્રેમી સાથે ભાગી જતાં મંગળવારે સાંજે બાબુ ઘરેથી નીકળી તેની શોધમાં નીકળ્યો હતો અને બુધવારે સાંજે તેની લાશ જૂના માર્કેટિંગ યાર્ડ નજીકથી મળી આવી હતી. બાબુની ફઇની પુત્રી આશાબેને કહ્યું હતું કે, બુધ‌વારે બાબુની પાટલા સાસુ આશાનો તેના પર ફોન આવ્યો હતો અને બાબુને રિક્ષામાંથી માર્કેટિંગ યાર્ડ પાસે ઉતાર્યો છે તેમ કહેતા પોતે ત્યાં પહોંચતા બાબુ મૃત હાલતમાં મળ્યો હતો. બાબુના મોઢામાંથી ફીણ નીકળી ગયા હતા. આશાબેને હત્યાની શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે, બાબુ ઝેરી દવા પીવે તેવો નહોતો, દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો, વધુ પડતો દારૂ પીવાથી તેનું મૃત્યુ થયું હતું કે તેને બળજબરીથી ઝેરી દવા પીવડાવામાં આવી હતી તે તપાસનો વિષય છે.