વેરાવળના જલેશ્વર વિસ્તારમાં દરિયાનું પાણી ઘૂસ્યું, લોકો ઘર છોડી ભાગ્યા

  • વેરાવળના જલેશ્વર વિસ્તારમાં દરિયાનું પાણી ઘૂસ્યું, લોકો ઘર છોડી ભાગ્યા
    વેરાવળના જલેશ્વર વિસ્તારમાં દરિયાનું પાણી ઘૂસ્યું, લોકો ઘર છોડી ભાગ્યા

વેરાવળ: વાયુ વાવાઝોડાએ વેરવળના દરિયાને તોફાની બનાવ્યો છે. વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયું છે પરંતુ તેની અસર વેરાવળના દરિયાકાંઠે જોવા મળી રહી છે. આજે સવારે દરિયાના પાણી જલેશ્વર વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે. આ વિસ્તારના લોકો જગ્યા છોડવા તૈયાર નહોતા પરંતુ જેવું પાણી ઘરમાં ઘૂસવા લાગ્યું કે લોકોએ આ વિસ્તાર ખાલી કરી દીધો છે. તેમજ સુત્રાપાડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સમયાંતરે વરસાદના ઝાપટા વરસી રહ્યા છે.