મોદી સરકારનો મોટો નિર્ણય, 3.6 કરોડ કર્મચારીઓને થશે સીધો ફાયદો

  • મોદી સરકારનો મોટો નિર્ણય, 3.6 કરોડ કર્મચારીઓને થશે સીધો ફાયદો
    મોદી સરકારનો મોટો નિર્ણય, 3.6 કરોડ કર્મચારીઓને થશે સીધો ફાયદો

નવી દિલ્હી: મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળ સંભાળ્યા બાદ કરોડો કર્મચારીઓ મોટી ભેટ આપી છે. સરકારે મોટું પગલું ભરતાં કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESI)ના સ્વાસ્થ્ય વિમા કાર્યક્રમમાં એમ્પ્લોયર અને એમ્પલાઇના કુલ યોગદાનને 6.5 ટકાથી ઘટીને 4 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી 12.85 લાખ નોકરીદાતાઓને દર વર્ષે 5,000 કરોડ રૂપિયાની બચત થશે. સાથે જ તેનાથી 3.6 કરોડ કર્મચારીઓને ફાયદો થશે. શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિપત્ર અનુસાર ઘટેલા દર 1 જુલાઇથી લાગૂ થશે.