AN-32 વિમાન ક્રેશઃ વાયુસેનાના તમામ મૃત જવાનોના અવશેષોને આજે જોરહાટ એરબેઝ લઈ જવાશે

  • AN-32 વિમાન ક્રેશઃ વાયુસેનાના તમામ મૃત જવાનોના અવશેષોને આજે જોરહાટ એરબેઝ લઈ જવાશે
    AN-32 વિમાન ક્રેશઃ વાયુસેનાના તમામ મૃત જવાનોના અવશેષોને આજે જોરહાટ એરબેઝ લઈ જવાશે

ઈટાનગરઃ અરૂણાચલ પ્રદેશમાં 3 જુનના રોજ તુટી પડેલા ભારતીય વાયુસેનાના વિમાન AN-32માં સવાર તમામ 13 લોકોનાં અવશેષોને શુક્રવારે આસામના જોરહાટ એરબેઝ ખાતે લઈ જવામાં આવશે. વાયુસેનાએ જણાવ્યું કે, મૃતકોના અવશેષોને જોરહાટ એરબેઝ સુધી પહોંચાડવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે વાયુસેનાની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે AN-32 વિમાનનું બ્લેક બોક્સ અને કોકપીટ વોઈસ રેકોર્ડર પણ શોધી કાઢ્યું હતું. આ સાથે જ દુર્ઘટનાસ્થળેથી આ વિમાનમાં સવાર તમામ 13 લોકોનાં મૃતદેહના અવશેષોને પણ એક્ઠા કર્યા હતા. બ્લેક બોક્સ મળી જતાં આ દુર્ઘટના કેવી રીતે ઘટી તેનું સાચું કારણ જાણવા મળી શકે છે.