કંધાર વિમાન હાઈજેકિંગમાં અઝહર સાથે મુક્ત કરાયેલો આતંકી હોઈ શકે છે અનંતનાગ હુમલાનો માસ્ટરમાઈન્ડ

  • કંધાર વિમાન હાઈજેકિંગમાં અઝહર સાથે મુક્ત કરાયેલો આતંકી હોઈ શકે છે અનંતનાગ હુમલાનો માસ્ટરમાઈન્ડ
    કંધાર વિમાન હાઈજેકિંગમાં અઝહર સાથે મુક્ત કરાયેલો આતંકી હોઈ શકે છે અનંતનાગ હુમલાનો માસ્ટરમાઈન્ડ

નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓને આશંકા છે કે આ મહિને બુધવારે થયેલા આનંતનાગમાં CRPF પર હુમલાનો માસ્ટરમાઈન્ડ મુશ્તાક અહેમદ ઝરગર હોઈ શકે છે. અનંતનાગમાં થયેલા હુમલામાં CRPFના 5 જવાન શહીદ થયા હતા અને જમ્મુ-કાશ્મીર પોલીસના 3 જવાન ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી અલ-અમર-મુજાહિદ્દીન નામના સંગઠને લીધી છે, જેનો વડો મુશ્તાક અહેમદ ઝરગર છે. 

ગુપ્તચર એજન્સીઓને આશંકા છે કે, પાકિસ્તાનની ISIની મદદથી જરગરે જૈશ અને હિઝબુલના આતંકીઓ પાસે હુમલો કરાવ્યો છે. કેન્દ્રીય સુરક્ષામાં તૈનાત એક અધિકારીના જણાવ્યા અનુસાર, અલ-અમર-મુજાહિદ્દીનનું કાશ્મીરનું નેટવર્ક નહીં જેવું જ છે અને બની શકે કે તેણે આ હુમલામાં જૈશ અને હિઝબુલની મદદ લીધી હોય.  

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં CRPFના કાફલા પર થયેલા હુમલામાં 40 જવાન શહીદ થયા હતા અને આ અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો હતો.