ત્રણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી સુધી અમિત શાહના હાથમાં રહેશે ભાજપની કમાન

  • ત્રણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી સુધી અમિત શાહના હાથમાં રહેશે ભાજપની કમાન
    ત્રણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી સુધી અમિત શાહના હાથમાં રહેશે ભાજપની કમાન

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષનું પદ આ વર્ષના અંતમાં યોજાનારી ત્રણ રાજ્યની વિધાનસભા ચૂંટણી સુધી અમિત શાહના હાથમાં જ રહેશે. અમિત શાહને કેન્દ્રીય મંત્રીમંડળમાં ગૃહમંત્રી તરીકે સામેલ કર્યા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે હવે પાર્ટીને તેનો નવો અધ્યક્ષ મળશે. જોકે, પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, જ્યાં સુધી પાર્ટીના સંગઠનના પદો પર નવી ચૂંટણી યોજાશે નહીં ત્યાં સુધી વર્તમાન પદાધિકારીઓ પોતાના પદ પર રહેશે. આથી, હાલ તો ભાજપની કમાન અમિત શાહના હાથમાં જ રહેશે. 


ઉલ્લેખનીય છે કે, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની મુદ્દત આ વર્ષના અંતિમ મહિનાઓમાં પુરી થાય છે. એટલે આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવશે. અત્યારે આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સત્તા છે અને અમિત શાહ ત્રણેય રાજ્યોના પ્રમુખ નેતાઓ સાથે ચૂંટણીની રણનીતિ સંબંધિત બેઠક કરી ચૂક્યા છે.