SCO Summit : ઈમરાન ખાનની સામે જ મોદીએ કહ્યું, "આતંકનો સફાયો જરૂરી"

  • SCO Summit : ઈમરાન ખાનની સામે જ મોદીએ કહ્યું, "આતંકનો સફાયો જરૂરી"
    SCO Summit : ઈમરાન ખાનની સામે જ મોદીએ કહ્યું, "આતંકનો સફાયો જરૂરી"

બિશ્કેકઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય પછી પોતાના બીજા વિદેશ પ્રવાસે અને પ્રથમ વખત બહુપક્ષીય સંમેલનમાં ભાગ લેવા માટે કિર્ગીસ્તાનની રાજધાની પહોંચ્યા છે. અહીં શાંઘાઈ સહયોગ સંગઠનની શિખર પરિષદનું બે દિવસીય આયોજન છે. આજે બીજા દિવસે શિખર પરિષદમાં ભાગ લેવા આવેલા વિવિધ નેતાઓના સંબોધનની શરૂઆત થઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોદી આતંકવાદ મુદ્દે બોલતા હતા ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તેમની સામે જ બેઠા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં સંબોધન કર્યું હતું. તેમણે સંબોધનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, "આતંકવાદ સામે માનવતાવાદી શક્તીઓએ હાથ મિલાવાની જરૂર છે. વિશ્વમાં આતંકથી મુક્ત સમાજનું નિર્માણ કરવું જરૂરી બની ગયું છે. આતંકવાદને સમર્થન અને આર્થિક સહાયતા આપતા રાષ્ટ્રોને તેના માટે જવાબદાર ઠેરવવા જોઈએ."