SCO Summit : પીએમ મોદી અને ઈમરાન વચ્ચે કોઈ મુલાકાત નહીં, હાથ પણ ન મિલાવ્યા

  • SCO Summit : પીએમ મોદી અને ઈમરાન વચ્ચે કોઈ મુલાકાત નહીં, હાથ પણ ન મિલાવ્યા
    SCO Summit : પીએમ મોદી અને ઈમરાન વચ્ચે કોઈ મુલાકાત નહીં, હાથ પણ ન મિલાવ્યા

બિશ્કેકઃ કિર્ગિસ્તાનની રાજધાનીમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠનની શિખર પરિષદમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે અત્યાર સુધી કોઈ મુલાકાત થઈ નથી. સમાચાર એજન્સી ANI દ્વારા સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે, બંને નેતાઓ વચ્ચે આ સંમેલનમાં દુઆ-સલામ પણ થયા નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે ભારત સાથે તેમના દેશના સંબંધ કદાચ તેના સૌથી ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યાં છે. જો કે તેમણે આશા વ્યક્ત કરી કે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી કાશ્મીર સહિત તમામ મતભેદોનો ઉકેલ  લાવવા માટે પોતાના 'પ્રચંડ જનાદેશ'નો ઉપયોગ કરશે.