ન્યૂઝિલેન્ડમાં ક્રાઈસ્ટચર્ચની મસ્જિદમાં હુમલાના આરોપીએ કહ્યું, 'હું નિર્દોષ છું'...!

  • ન્યૂઝિલેન્ડમાં ક્રાઈસ્ટચર્ચની મસ્જિદમાં હુમલાના આરોપીએ કહ્યું, 'હું નિર્દોષ છું'...!
    ન્યૂઝિલેન્ડમાં ક્રાઈસ્ટચર્ચની મસ્જિદમાં હુમલાના આરોપીએ કહ્યું, 'હું નિર્દોષ છું'...!

વિલિંગ્ટનઃ ન્યુઝિલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં ત્રણ મહિના પહેલા બે મસ્જિદ પર કરેલા હુમલામાં 92 આરોપોનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયન મુળના વ્યક્તિએ કહ્યું કે, 'હું નિર્દોષ છું.' જજ દ્વારા હવે આ કેસની સુનાવણી આગામી 2020ના મે મહિનાની 4 તારીખ નક્કી કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન મૂળના ટેરેન્ટે સેમી-ઓટોમેટિક બંદૂક વડે જુમ્માની નમાઝના સમયે ન્યુઝિલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં આવેલી બે મસ્જિદ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 51 લોકોનાં મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. આરોપીએ સમગ્ર ઘટનાને ફેસબૂક પર લાઈવ પણ કરી હતી. 

આરોપી ટેરેન્ટ પર ન્યૂઝિલેન્ડની પોલીસ દ્વારા હત્યાના 51, હત્યાના પ્રયાસના 40 અને આતંકવાદી ગતિવિધિમાં સામેલ હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના મૂળનો બ્રેટન ટેરેન્ટ શ્વેત સમુદાયને વિશ્વમાં સર્વોચ્ચ માને છે. આરોપી ટેરેન્ટને વીડિયો લીન્ક દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આરોપી તરફથી હાજર રહેલા બચાવ પક્ષના વકીલે કોર્ટને કહ્યું હતું કે, તેમનો અસીલ નિર્દોષ છે.