ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધ વિશે ઈમરાન ખાને આપ્યું મોટું નિવેદન

  • ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધ વિશે ઈમરાન ખાને આપ્યું મોટું નિવેદન
    ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધ વિશે ઈમરાન ખાને આપ્યું મોટું નિવેદન

બિશ્કેક: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે ભારત સાથે તેમના દેશના સંબંધ કદાચ તેના સૌથી ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યાં છે. જો કે તેમણે આશા વ્યક્ત કરી કે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી કાશ્મીર સહિત તમામ મતભેદોનો ઉકેલ  લાવવા માટે પોતાના 'પ્રચંડ જનાદેશ'નો ઉપયોગ કરશે.  ઈમરાન ખાન અને પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) માટે કિર્ગિઝ ગણરાજ્યની રાજધાની બિશ્કેકમાં છે. બિશ્કેક માટે રવાના થતા પહેલા રશિયન સમાચાર એજન્સી સ્પુતનિકને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાન ખાને કહ્યું કે એસસીઓ સંમેલને તેમને બંને પાડોશી દેશો વચ્ચે સંબંધોને વધુ સારા બનાવવા માટે ભારતીય નેતૃત્વ સાથે વાત કરવાની તક આપી છે.