પ.બંગાળઃ ડોક્ટરોની હડતાળ હવે પહોંચી કોલકાતા હાઈકોર્ટ, ચીફ ડિવિઝન બેન્ચ કરશે સુનાવણી

  • પ.બંગાળઃ ડોક્ટરોની હડતાળ હવે પહોંચી કોલકાતા હાઈકોર્ટ, ચીફ ડિવિઝન બેન્ચ કરશે સુનાવણી
    પ.બંગાળઃ ડોક્ટરોની હડતાળ હવે પહોંચી કોલકાતા હાઈકોર્ટ, ચીફ ડિવિઝન બેન્ચ કરશે સુનાવણી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં પરિજનો દ્વારા ડોક્ટરો સાથે કરવામાં આવેલી મારામારીની ઘટના પછી ડોક્ટરો હડતાળ પર ઉતરેલા છે. જેના કારણે કોલકાતામાં તબીબી સેવાઓ ખોરવાઈ ગઈ છે. આથી, હવે ડોક્ટરોની હડતાળની સામે કોલકાતા હાઈકોર્ટમાં ગુરૂવારે એક અરજી કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશની ડિવિઝન બેન્ચમાં કરવામાં આવશે. અરજીમાં હડતાળિયા ડોક્ટરો સામે કડક પગલાં લેવાની અપીલ કરાઈ છે.  અરજી કરનારા ડોક્ટર કુણાલ સાહાના વકીલ શ્રીકાંત દત્તે જણાવ્યું કે, ગત 10 જુનના રોજ કોલકાતાની નીલ રતન સરકારી હોસ્પિટલમાં એક દર્દીના મૃત્યુ પછી બે ડોકટ્રોને તેમના પરિજનો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પછી, એનઆરએસ હોસ્પિટલના ડોક્ટરને ઘાયલ સ્થિતિમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેના વિરોધમાં આ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે અનેક દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.