બોલિવૂડના 'દબંગ' સલમાન ખાનને આ એક વાતનો ખુબ ડર લાગે છે

  • બોલિવૂડના 'દબંગ' સલમાન ખાનને આ એક વાતનો ખુબ ડર લાગે છે
    બોલિવૂડના 'દબંગ' સલમાન ખાનને આ એક વાતનો ખુબ ડર લાગે છે

નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા સલમાન ખાનનું કહેવું છે કે કોઈ સારી ફિલ્મનું પ્રમાણ સંપૂર્ણ રીતે બોક્સ ઓફિસની કમાણી પર નિર્ભર હોય છે પરંતુ જ્યારે વિવેચક તેની ફિલ્મના વખાણ કરે છે ત્યારે તેને ડર લાગે છે. 2009માં આવેલી વોન્ટેડ ફિલ્મ અને ત્યારબાદ દબંગથી કારકિર્દીના નવા શિખરે પહોંચનારા સલમાન ખાને કહ્યું કે લોકોની સ્વિકૃતિ જ તેના માટે અંતિમ નિર્ણય છે.  સલમાન ખાને કહ્યું કે મારી ફિલ્મોની માન્યતા બોક્સ ઓફિસ પર થયેલી કમાણીથી થાય છે કે ફિલ્મ લોકોને ગમી કે નહીં. કોઈ વિવેચક ફિલ્મને વધુ રેટિંગ આપ્યાં કે ફિલ્મની મજાક ઉડાવી તેનાથી કોઈ ફરક પડતો નથી. સલમાને કહ્યું કે આ તેની રોજી રોટી છે. અલ્લાહ તેમનાથી ખુશ રહે અને તેમને બે રોટી વધુ આપે. તેમણે કહ્યું કે હું ઈચ્છુ છું કે લોકો થિયેટરની અંદર જાય અને પોતાના જીવનને થોડીવાર સંપૂર્ણ રીતે ભૂલીને ફિલ્મની મજા લે.