તમારે ખરીદવી છે અમિતાભ બચ્ચનની કાર? આટલી ચૂકવવી પડશે કિંમત

  • તમારે ખરીદવી છે અમિતાભ બચ્ચનની કાર? આટલી ચૂકવવી પડશે કિંમત
    તમારે ખરીદવી છે અમિતાભ બચ્ચનની કાર? આટલી ચૂકવવી પડશે કિંમત

નવી દિલ્હી : અમિતાભ બચ્ચન લક્ઝરી કાર્સના શોખીન છે અને તેમની પાસે અનેક મોંઘીદાટ ગાડીઓ છે. આ સંજોગોમાં હાલમાં OLX પર એક કાર સેલિંગની એડ પોસ્ટ થઈ છે જેમાં  બિગ બીની મર્સિડીઝ જોવા મળી રહી છે. આ પોસ્ટમાં કારની કિંમત 9.99 લાખ રૂપિયા કહેવામાં આવી છે. આ કાર 2007 મોડલની છે. કાર વેચાણ માટે આપેલી જાહેરાતમાં કારને માત્ર 55 હજાર કિમી ચાલેલી બતાવાઈ છે. કારનો રંગ ગ્રે છે અને તેનો રજિસ્ટ્રેશન નંબર 5050 છે, જે બચ્ચન પરિવારનો સિગ્નેચર નંબર છે. 2007ના મોડલની આ કારમાં 3498 સીસી V6 પેટ્રોલ એન્જિન આપેલું છે. આ કારનું લોકેશન બાંદરા વેસ્ટ દર્શાવવામાં આવ્યું છે. OLX પર પોસ્ટ કરવામાં આવેલી એડમાં જણાવવામાં આવ્યું છે કે ગાડી પોતાના થર્ડ ઓનર પાસે છે.