દિશા જોવા મળી ચર્ચાસ્પદ રાજકારણી સાથે સિક્રેટ લંચ ડેટ પર, નામ જાણીને લાગશે આંચકો

  • દિશા જોવા મળી ચર્ચાસ્પદ રાજકારણી સાથે સિક્રેટ લંચ ડેટ પર, નામ જાણીને લાગશે આંચકો
    દિશા જોવા મળી ચર્ચાસ્પદ રાજકારણી સાથે સિક્રેટ લંચ ડેટ પર, નામ જાણીને લાગશે આંચકો

મુંબઈ : દિશા પટણીના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે પણ હાલમાં તેની એક એવી તસવીર સામે આવી છે જેના કારણે તે સતત ટ્રોલ થઈ રહી છે. હાલમાં દિશા એક લંચ ડેટ પર ગઈ હતી અને એની તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે. દિશા સામાન્ય રીતે ટાઇગર શ્રોફ સાથે જોવા મળે છે પણ આ સિક્રેટ લંચ ડેટ પર તે નેતા ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે સાથે જોવા મળી હતી. લોકોએ તેની આ હરકત બદલ તેને ટ્રોલ કરી હતી.  ટાઇગરના ચાહકોએ તેને આ હરકત સોશિયલ મીડિયામાં ઝાટકી નાખી હતી. છેલ્લા ઘણી સમયથી એક્ટર ટાઇગર શ્રોફ અને દિશા પટણીના અફેરની ચર્ચા ગાજી રહી છે. આ બંનેએ ક્યારેય આ મામલે કોઈ પ્રકારની સ્પષ્ટતા નથી કરી. તેઓ એક તરફ સંબંધોની સ્પષ્ટતા કરવાનું ટાળી રહ્યા છે અને બીજી તરફ તેમના ડેટિંગની તસવીરો નિયમિત સમયાંતરે ક્લિક થતી રહે છે. ફિલ્મમેકર કરણ જોહરના ચેટ શોમાં ટાઇગરે આખરે દિશા સાથેના તેના સંબંધોની સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. કરણ જોહરે જ્યારે તેને દિશા સાથેના તેના સંબંધો વિશે સીધો સવાલ કર્યો ત્યારે ટાઇગરે કહ્યું કે, "હું તેનો બહુ સારો મિત્ર છું. મને તેની કંપની ગમે છે અને હું તેની સાથે ખુશ રહું છું. મારા અને દિશાના રસના વિષયો સરખા છે. બોલિવૂડમાં મારા ખાસ મિત્રો નથી પણ દિશા સાથે મને ફાવે છે."