આમિર ખાનની દીકરીએ ખુલ્લંખુલ્લા કરી પ્રેમપ્રકરણની જાહેરાત, પ્રેમીનું નામ છે...

  • આમિર ખાનની દીકરીએ ખુલ્લંખુલ્લા કરી પ્રેમપ્રકરણની જાહેરાત, પ્રેમીનું નામ છે...
    આમિર ખાનની દીકરીએ ખુલ્લંખુલ્લા કરી પ્રેમપ્રકરણની જાહેરાત, પ્રેમીનું નામ છે...

મુંબઈ : હાલમાં આમિર ખાનની દીકરી પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. ઇરા સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે અને હાલમાં તેણે બિકિનીમાં તસવીરો શેયર કરી છે. પોતાની આ તસવીરોને કારણે ઇરા બધાના આકર્ષણનું કેન્દ્ર બની છે. આમિર ભલે મોટો એક્ટર હોય પણ તેની દીકરીને એક્ટિંગ કરતા મ્યુઝિકમાં કરિયર બનાવવામાં રસ છે. આ કારણે તે મ્યુઝિકમાં ક્રિએટીવ, પ્રોડક્શન અને મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માગે છે. સામાન્ય રીતે ઈરા મીડિયાથી દૂર ભાગે છે પરંતુ આજકાલ તે ચર્ચામાં છે. ઈરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. જેમાં તે એક છોકરા સાથે જોવા મળે છે.  આ તસવીરને કારણે ઇરાની પર્સનલ લાઇફ ચર્ચામાં છે. હાલમાં સોશિયલ મીડિયામાં ઇરાના એક ચાહકે સવાલ કર્યો કે શું તે કોઈને ડેટ કરી રહી છે ? ત્યારે ઇરાએ જવાબ આપતી વખતે તેના બોયફ્રેન્ડ મિશાલ કૃપલાનીની તસવીર શેયર કરી છે અને એમાં મિશાલને ટેગ પણ કર્યો છે. આમ, તેણે ખુલ્લંખુલ્લા પોતાના પ્રેમપ્રકરણની જાહેરાત કરી છે.