ગીર સોમનાથામાં 5 ઇંચ વરસાદ, હિરણ નદીમાં પુર

  • ગીર સોમનાથામાં 5 ઇંચ વરસાદ, હિરણ નદીમાં પુર
    ગીર સોમનાથામાં 5 ઇંચ વરસાદ, હિરણ નદીમાં પુર

વાયુ વાવઝોડાની અસરને કારણે ગુજરાતના તમામ દરિયાકાંઠા પર કરંટના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી 57 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજકોટમાં ગોંડલ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા વીજપુરવઠો ખોરવાયો છે. માત્ર 10 મિનિટ વરસાદને કારણે આ વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. ત્યારે અમરેલી જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ ચાલુ થઇ ગયો હતો. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અમરેલી શહેરમાં 30 મિમી, બાબરામાં 12 મિમી, બગસરામાં 10 મિમી, ધારીમાં 21 મિમી, જાફરાબાદમાં 46 મિમી, ખાંભામાં 35 મિમી, લાઠીમાં 30 મિમી, લીલીયામાં 22 મિમી, રાજુલામાં 44 મિમી, સાવરકુંડલામાં 29 મિમી અને વડીયામાં 25 મિમી વરસાદ પડ્યો છે. ગીર સોમનાથમાં પડેલા વરસાદમાં સૌથી વધારે વરસદા તાલાલા અને સુત્રાપાડામાં જોવા મળ્યો છે. તાલાલા અને સુત્રાપાડામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ દીવ, ઉના અને ગિરગઢડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાવોય છે. ત્યારે વેરાવળમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે.