‘વાયુ’ની અસરથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ગીર સોમનાથામાં 8 ઇંચ વરસાદ, હિરણ નદીમાં પુર

  • ‘વાયુ’ની અસરથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ગીર સોમનાથામાં 8 ઇંચ વરસાદ, હિરણ નદીમાં પુર

અમદાવાદ: ગુજરાતને ધમરોળવા માટે આગળ વધી રહેલા વાયુ વાવાઝોડાએ અચાનક જ ગુરુવારે સવારે પોતાની દિશા બદલી. તે સમયે વાયુ 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતું. જો કે વાયુ વાવાઝોડાની દિશા બદલતા હવે તે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. તેમ છતાં તેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો પર પડી રહી છે. ત્યારે અત્યાર સુધી ગુજરાતના 57 તાલુકામાં પવન સાથે વરસાદ જોવા મળ્યો છે અને છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે. વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠેથી દુર થયું. ત્યારે આ વાવાઝોડું દીવથી 220 કિલોમીટર પશ્ચિમ બાજુએ, વેરાવળથી 160 કિલોમીટર પશ્ચિમ બાજુએ આગળ વધી રહ્યું છે. જ્યારે પોરબંદરથી દક્ષીણ-પશ્ચિમ 120 કિલોમીટર દુર થયું છે. ઉત્તર પશ્ચિમ તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 65થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તો બીજી બાજુ ગીર સોમનાથ અને જુનાગઢમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ત્યારે આગામી 12 કલાક સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે.