PM મોદીએ જિનપિંગને કહ્યું, આતંકવાદ પર પોતાનાં વચનો નથી નિભાવી રહ્યું પાકિસ્તાન

  • PM મોદીએ જિનપિંગને કહ્યું, આતંકવાદ પર પોતાનાં વચનો નથી નિભાવી રહ્યું પાકિસ્તાન
    PM મોદીએ જિનપિંગને કહ્યું, આતંકવાદ પર પોતાનાં વચનો નથી નિભાવી રહ્યું પાકિસ્તાન

બિશ્કેક : વડાપ્રધાન મોદીએ બિશ્કેકમાં એસસીઓ શીખર સમ્મેલન ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત યોજી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર આતંકવાદ મુદ્દે નિશાન સાધ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર આતંકવાદ મુદ્દે નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આતંકવાદ પર પોતાનાં વચનોને પાકિસ્તાન પુર્ણ નથી કરી શકતું. તેમણે કહ્યું કે વાતચીત માટે પાકિસ્તાનનું વાતાવરણ બનાવવું પડશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનનાં સંબંધો દ્વિપક્ષીય છે. 

મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ શી જિનપિંગને જન્મ દિવસની આગોતરી શુભકામના પણ પાઠવી.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મળીને બંન્ને દેશ આગળ વધી શકે છે. વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગને ભારત આવવા માટેનું પણ આમંત્રણ આપ્યું. મસુદ અઝહર આ મુદ્દે આભાર વ્યક્ત કર્યો હતો.