વર્લ્ડકપ 2019 INDvsNZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રદ્દ, બંન્ને ટીમને મળ્યો 1-1 પોઈન્ટ

  • વર્લ્ડકપ 2019 INDvsNZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રદ્દ, બંન્ને ટીમને મળ્યો 1-1 પોઈન્ટ
    વર્લ્ડકપ 2019 INDvsNZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રદ્દ, બંન્ને ટીમને મળ્યો 1-1 પોઈન્ટ

નોટિંઘમઃ આઈસીસી વિશ્વ કપ-2019માં વરસાદને કારણે વધુ એક મેચ રદ્દ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વિશ્વકપની 18મી મેચ પણ ધોવાઈ ગઈ છે. આ મેચ ટોસ કર્યા વિના જ રદ્દ કરવાની ફરજ પડી હતી. નોટિંઘમના હવામાન વિભાગે મેચ પહેલા જ વરસાદની આશંકા વ્યક્ત કરી હતી. બંન્ને ટીમોને એક-એક પોઈન્ટ આપી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ટૂર્નામેન્ટમાં આ પહેલા કુલ ત્રણ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ચુકી છે. આ મેચ રદ્દ થવાને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ કુલ 4 મેચોમાં 7 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને છે. જ્યારે ભારતીય ટીમ ત્રણ મેચોમાં પાંચ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.