વોર્નરે નાના બાળકને આપી દીધી પોતાની મેન ઓફ ધ મેચની ટ્રોફી, સોશિયલ મીડિયા પર પ્રશંસા

  • વોર્નરે નાના બાળકને આપી દીધી પોતાની મેન ઓફ ધ મેચની ટ્રોફી, સોશિયલ મીડિયા પર પ્રશંસા
    વોર્નરે નાના બાળકને આપી દીધી પોતાની મેન ઓફ ધ મેચની ટ્રોફી, સોશિયલ મીડિયા પર પ્રશંસા

ટોનટનઃ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારીને પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. વોર્નરને આ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પરંતુ વોર્નરે એવોર્ડ લીધા બાદ તેને દર્શક દીર્ધામાં બેઠેલા એક નાના ફેનનને ગિફ્ટ કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના પર વિશ્વભરના ક્રિકેટ પ્રશંસકો તેની પ્રશંસા કરી રહ્યાં છે.  એવોર્ડ લેનાર બાળકે કહ્યું કે, અમે માત્ર ઓસ્ટ્રેલિયાનો ઝંડો ફરકાવી રહ્યા હતા. ત્યારે વોર્નર અમારી નજીક આવ્યો અને તેણે પોતાનો મેન ઓફ ધ મેચનો એવોર્ડ અમને આપી દીધો. બાળકના પિતાએ કહ્યું કે, ભીડમાં પાકિસ્તાની ફેન્સ વધારે હતા પરંતુ મેચ શાંતિથી રમાઇ. સ્ટાર્કે વિકેટ લીધા બાદ લોકોએ રાડો પાડી હતી અને અમે જીતથી ખુશ છીએ.