વાયુ' વાવાઝોડાની અસર: ગુજરાતના 71 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભાવનગરમાં 2 ઇંચ

  • વાયુ' વાવાઝોડાની અસર: ગુજરાતના 71 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભાવનગરમાં 2 ઇંચ
    વાયુ' વાવાઝોડાની અસર: ગુજરાતના 71 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભાવનગરમાં 2 ઇંચ

ગાંધીનગર: ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 71 તાલુકામાં વરસાદ પડ્યો છે. વાયુની અસરને પગલે ભાવનગરમાં સૌથી વધારે 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે જાફરાબાદ, ખાંભા , પાલીતાણા, અને મહુવામાં 1.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગરના અન્ય તાલુકાઓમાં એક ઈંચ અને તેનાથી ઓછો વરસાદ નોંધાયો હતો.

વાયુ વાવાઝોડાની અસરને પગલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપડા પડ્યા હતા. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. તો અનેક જગ્યાએ વીજળી પડવાની પણ ઘટના સામે આવી હતી. દરિયાકાંઠાના સુરત, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.