પોરબંદરનો દરિયો થયો તોફાની, 70 કિમીની ઝડપે પવન ફૂકાતા ટાવર ધરાશાઇ

  • પોરબંદરનો દરિયો થયો તોફાની, 70 કિમીની ઝડપે પવન ફૂકાતા ટાવર ધરાશાઇ
    પોરબંદરનો દરિયો થયો તોફાની, 70 કિમીની ઝડપે પવન ફૂકાતા ટાવર ધરાશાઇ

પોરબંદરના માધવપુરમાં બંધ વાયરલેસ ટાવર વાયુ વાવાઝોડાને કારણે ફૂકાયેલા પવને કારણે ધરાશાઇ થયો હતો. પોરબંદરની માધવપુરની મુખ્ય બજારમાં આવેલા મોટા જાપા વિસ્તારમાં બંધ ટાવર એક મકાન પર ધરાશાઇ થવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ આ ઘટનાથી કોઇ જાનહાની થઇ નથી. માત્ર ટાવર ધરાશાઇ થતા મકાનને નુકશાન થયું છે. 

ગુજરાતમાં વાયુ વાવાઝોડું ફંટાઇ તો ગયુ છે પણ સૌરાષ્ટ્રનો દરિયો ગાંડો તૂર થયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ સાથે જોરથી પવન ફૂકાતા અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાઇ થવાની ઘટના સામે આવી હતી. પોરબંદરના પંચવટી વિસ્તારમાં વૃક્ષ વિજપોલ પર પડતા 2 વિજપોલને નુકશાન થયું છે. આ ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલ મળ્યા નથી.