ભારત હવે અંતરિક્ષમાં પણ મહાશક્તિ બનવા તરફ, પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે: ઇસરો

  • ભારત હવે અંતરિક્ષમાં પણ મહાશક્તિ બનવા તરફ, પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે: ઇસરો
    ભારત હવે અંતરિક્ષમાં પણ મહાશક્તિ બનવા તરફ, પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે: ઇસરો

નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો) પ્રમુખ સિવને ગુરૂવારે કહ્યું કે, ભારત પોતે અંતરિક્ષ સ્ટેશન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. તે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગગનાય મિશનનું વિસ્તરણ હશે. સિવને કહ્યું કે, અમે માનવ અંતરિક્ષ મિશન લોન્ચ કર્યા બાદ ગગનયાન કાર્યક્રમને જાળવી રાખવો પડશે અને આ સંદર્ભમાં ભારત પોતાનું અંતરિક્ષ સ્ટેશન તૈયાર કરવાની યોજના બનાવી રહ્યું છે. 

15 જુલાઇએ રવાના થશે ચંદ્રયાન 2
આ અગાઉ બુધવારે ઇસરો પ્રમુખે જાહેરાત કરી હતી કે ચંદ્રયાન સપાટી પર ખનીજોનો અભ્યાસ અને વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે ભારતનાં બીજા ચંદ્ર અભિયાન, ચંદ્રયાન 2ને 15 જુલાઇએ રવાના કરવામાં આવશે. સિવે જણાવ્યું કે, ચંદ્રમાં દક્ષિણી ધ્રુવ પાસે છ અથવા સાત સપ્ટેમ્બરે ઉતરશે. ચંદ્રને આ હિસ્સા અંગે હવે વધારે માહિતી પ્રાપ્ત નથી. ચંદ્રયાન -2નું પ્રક્ષેપણ શ્રી હરિકોટા ખાતે અંતરિક્ષ કેન્દ્રથી 15 જુલાઇએ સવારે 2 વાગ્યે 51 મિનિટે થશે. જીએસએલવી માર્ક-3 રોકેટ તેના મુદ્દે અંતરિક્ષમાં જશે.