પશ્ચિમ બંગાળમાં મમતા-જુનિયર ડોક્ટર્સ સામ સામે, 7 પ્રોફેસરનાં રાજીનામા

  • પશ્ચિમ બંગાળમાં મમતા-જુનિયર ડોક્ટર્સ સામ સામે, 7 પ્રોફેસરનાં રાજીનામા
    પશ્ચિમ બંગાળમાં મમતા-જુનિયર ડોક્ટર્સ સામ સામે, 7 પ્રોફેસરનાં રાજીનામા

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારે હડતાળીયા ડોક્ટરને આકરી ચેતવણી ઉચ્ચારી છે. ડોક્ટર્સની હડતાળો વચ્ચે ગુરૂવારે નિયમિત સેવાઓ અટકવાનાં કારણે સ્થિતીનો તાગ મેળવવા માટે હોસ્પિટલ પહોંચેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએક હ્યું કે, તમામ ડોક્ટર્સ આગામી ચાર કલાકમાં કામ પર પરત ફરે. જો એવું નહી થાય તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાંજે 04.30 વાગ્યા સુધી તમામ કામ પર પરત ફરે. જો એવું નહી થાય તો જુનિયર ડોક્ટર્સને હોસ્ટેલ ખાલી કરાવી દેવામાં આવશે. 


પ્રદર્શન કર્તા કનિષ્ઠ ડોક્ટર્સે કોલકાતાની સરકારી એસએસકેએમ હોસ્પિટલમાં મુખ્યમંત્રી બેનર્જી સામે અમને ન્યાય આપોના નારા લગાવ્યા હતા. બેનર્જીએ આંદોલન કરી રહેલા ડોક્ટર્સને ચાર કલાકની અંદર પોતાની ડ્યુટી પર પરત ફરવા માટેના નિર્દેશ આપ્યા અને કહ્યું કે, આ આંદોલનનું પાલન નહી કરવામાં આવે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, કનિષ્ઠ ચિકિત્સકોનું આંદોલન ભાજપ અને માકપાનું કાવત્રું છે.