પ્રેમી જોડાએ એક બીજાની સામે જ ગોળી મારી જીવન ટૂકાવ્યું, મરતા પહેલા લીધી સેલ્ફી

  • પ્રેમી જોડાએ એક બીજાની સામે જ ગોળી મારી જીવન ટૂકાવ્યું, મરતા પહેલા લીધી સેલ્ફી
    પ્રેમી જોડાએ એક બીજાની સામે જ ગોળી મારી જીવન ટૂકાવ્યું, મરતા પહેલા લીધી સેલ્ફી

ભુપેશ આચાર્ય: રાજસ્થાનના ચૌહટનમાં ગુરુવારે પ્રેમી યુગલે એકબીજાની સામે ફિલ્મી સ્ટાઈલમાં ગોળી મારીને આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ આસપાસના લોકોમાં દહેશતનો માહોલ છે. સ્યુસાઈડ કરતા પહેલા પ્રેમીઓએ દેશી તમંચા સાથે અનેક સેલ્ફી પણ લીધી હતી.  મળતી માહિતી મુજબ ગુરુવારે સવારે ગામના સ્મશાનમાં એક અવાવરું જગ્યા પર યુવક યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળી આવ્યાં હતાં. બંનેના લોહીથી લથપથ મૃતદેહો જોઈને લોકોની ભીડ ઉમટી પડી. કહેવાય છે કે બંનેએ દેશી તમંચાથી પોત પોતાની કાનપટ્ટી પર ગોળી મારી દીધી. મૃતકોની ઓળખ શંકર જાટ અને અંજૂ સુથાર તરીકે થઈ છે.