ખતરો ટળતાં ભૂપેન્દ્રસિંહ અને વાઘાણી સોમનાથ દાદાના શરણે, કુદરતને આપણે ન રોકી શકીએ, કુદરત જ રોકી શકે

  • ખતરો ટળતાં ભૂપેન્દ્રસિંહ અને વાઘાણી સોમનાથ દાદાના શરણે, કુદરતને આપણે ન રોકી શકીએ, કુદરત જ રોકી શકે
    ખતરો ટળતાં ભૂપેન્દ્રસિંહ અને વાઘાણી સોમનાથ દાદાના શરણે, કુદરતને આપણે ન રોકી શકીએ, કુદરત જ રોકી શકે

સોમનાથ: રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભગવાના સોમનાથના શરણે છે. વાવાઝોડું વાયુના સંભવિત અસરો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીની કામગીરી માટે રાજ્ય સરકારે પ્રભારીઓની નિમણૂંક કરી હતી. તેમાં તેમને ગીર સોમનાથ ફાળવાયો હતો. ગાંધીનગરથી મુખ્યમંત્રી અને વિવિધ વાવાઝોડા પ્રભાવિત જિલ્લામાં મંત્રીઓ છે. ત્યારે ભૂપેન્દ્રસિંહ વેરાવળ સોમનાથ ખાતે બે દિવસથી રોકાયા છે. વાયુ વાવાઝોડાનો સીધો ખતરો ટળતા તેમણે જણાવ્યું હતું કે, કુદરતને આપણે ન રોકી શકીએ કુદરત જ પોતે રોકી શકે છે, કુદરતને રોકનાર આપણે કોણ?