PM મોદીની જીતથી જરા પણ આશ્ચર્ય નહી, અમે પહેલાથી જ જાણતા હતા: અમેરિકી વિદેશ મંત્રી

  • PM મોદીની જીતથી જરા પણ આશ્ચર્ય નહી, અમે પહેલાથી જ જાણતા હતા: અમેરિકી વિદેશ મંત્રી
    PM મોદીની જીતથી જરા પણ આશ્ચર્ય નહી, અમે પહેલાથી જ જાણતા હતા: અમેરિકી વિદેશ મંત્રી

વોશિંગ્ટન : અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે, તેઓ જાણે છે કે નરેન્દ્ર મોદી ફરીએકવાર ભારતનાં વડાપ્રધાન બનશે અને તેઓ લોકસભા ચૂંટણીમાં મોદીની શાનદાર જીતથી પરેશાન નથી. પોમ્પિયોએ બુધવારે એક સમારંભને સંબોધિત કરતા કહ્યું કે, તેઓ અને તેમની ટીમ ભારતમાં ચૂંટણી પર નજર રાખી રહ્યા હતા અને અમને ભરોસો હતો કે વડાપ્રધાન મોદી વિશ્વનાં સૌથી વધારે વસ્તીવાળા લોકશાહીની નવી પદ્ધતીનાં નેતા છે. 


થોડા સપ્તાહ પહેલા જ વાસ્તવમાં ઐતિહાસિક ચૂંટણી યોજાઇ
ઇન્ડિયા આઇડિયાઝ સમિટમાં કહ્યું કે, થોડા અઠવાડીયા પહેલા જ વાસ્તવામાં ઐતિહાસિક ચૂંટણી થઇ જેમાં 60 કરોડ ભારતીયોએ ઇતિહાસની સૌથી મોટી કવાયતમાં હિસ્સો લીધો. તેમણે મોદીને મોટો જનાદેશ આપ્યો. સમ્મેલનમાં ગુગલનાં ભારતીય-અમેરિકી સીઇઓ સુંદર પિચાઇ અને ભારત તથા અમેરિકા નાં ટોપના કોર્પોરેટ અધિકારીઓએ પણ ભાગ લીધો. તેમણે કહ્યું કે, પરિણામથી કોઇ પર્યવેક્ષક પરેશાન હતા પરંતુ હું સ્પષ્ટ કહું તો હું પરેશાન નહોતો થયો. હું નજીકથી ચૂંટણી પર નજર રાખી રહ્યો હતો. વિદેશ વિભાગમાં મારી ટીમ પણ નજર રાખી રહી હતી.