PM મોદીની પુતિન સાથે મુલાકાત, રશિયા તરફથી મળેલા સન્માન માટે આભાર વ્યક્ત કર્યો

  •  PM મોદીની પુતિન સાથે મુલાકાત, રશિયા તરફથી મળેલા સન્માન માટે આભાર વ્યક્ત કર્યો
    PM મોદીની પુતિન સાથે મુલાકાત, રશિયા તરફથી મળેલા સન્માન માટે આભાર વ્યક્ત કર્યો

બિશ્કેક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિશ્કેકમાં એસસીઓ શિખર સમ્મેલનથી અલગ રશિયાનાં રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિન સાથે મુલાકાત યોજી. વડાપ્રધાન મોદીએ રશિયામાં મળેલા સન્માન માટે આભાર વ્યક્ત કર્યો અને સાથે કામ કરવા માટે આભાર વ્યક્ત કર્યો. વાતચીત પહેલા મોદી અને પુતિન ગળે મળ્યા હતા. .

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમે મારા વિજયી હોવાની ભવિષ્યવાણી પણ કરી દીધી હતી. તમારા જેવા જુના અને ધનિષ્ઠ મિત્ર સાથે મને ખુબ જ ઉર્જા મળી. હું આ વાત માટે ખુબ જ આભારી છું કે વિશ્વનું જે સૌથી મોટુ સન્માન છે, તેને આપવા માટે હું હૃદયથી આભાર વ્યક્ત કરૂ છું. અમેઠીમાં રાઇફલ બનાવવાનાં પ્રોજેક્ટ માટે, તેમની સ્થાપના માટે જે પ્રકારે તમે સહયોગ આપ્યો, તેના માટે ખુબ જ આભારી છું. અમે નિશ્ચય કરીએ તો સમય સીમામાં કેટલું મોટુ કામ કરી શખે છે, આ તેમનું ઉદાહરણ હતું, તેના માટે હું તમારો આભારી છું.