કઠુવા રેપ અને મર્ડર કેસમાં સજાની જાહેરાત, 3 દોષીતોને ઉંમરકેદની સજા

  • કઠુવા રેપ અને મર્ડર કેસમાં સજાની જાહેરાત, 3 દોષીતોને ઉંમરકેદની સજા
    કઠુવા રેપ અને મર્ડર કેસમાં સજાની જાહેરાત, 3 દોષીતોને ઉંમરકેદની સજા

પઠાણકોટ (પંજાબ): જમ્મુ કાશ્મીરનાં કઠુવામાં બંજારા સમુદાયની આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને તેની હત્યા મુદ્દે વિશેષ કોર્ટે સોમવારે ચુકાદો (Kathua Rape Case Verdict) આપી દીધો છે.  આ મુદ્દે સુનવણી કરી રહેલ પઠાણકોટની સ્પેશ્યલ કોર્ટે 6 આરોપીઓને દોષીત ઠેરવ્યા છે. 6 આરોપીઓનાં નામ સાંઝી રામ, દીપક ખજુરિયા, આનંદ દત્તા, તિલક રાજ, સુરેન્દ્ર અને પ્રવેશ છે. જ્યારે આ મુદ્દે કોર્ટે વિશાલ જંગોત્રાને નિર્દોષ છોડ્યો છે. આ મુદ્દો દોષીત ઠેરવેલા 6 આરોપીઓ પૈકી 4 તો પોલીસ કર્મચારી છે. જ્યારે સાંઝીરામ ગામ પ્રધાન હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે દોષીત ઠરેલા પ્રવેશ કુમારને આજીવન કેદ ફટકારવામાં આવી છે. કઠુવા કાંડમાં 3 આરોપીઓને ઉંમર કેદ થશે. બંન્ને પોલીસ કર્મચારીઓને 5-5 વર્ષની જેલ ફટકારવામાં આવશે.  ગ્રામ પ્રધાન સાંઝીરામને ઉંમર કેદ ઉપરાંત પ્રવેશ કુમારને પણ આજીવન કેદ થઇ છે. જ્યારે અન્ય 3 દોષીતોને 5-5 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. 

આરોપી સજા આરોપ
દીપક ખજુરિયા ઉંંમર કેદ (1 લાખ દંડ) દુષ્કર્મ / હત્યા
સાંઝી રામ ઉંંમર કેદ (1 લાખ દંડ) દુષ્કર્મ / હત્યા
પ્રવેશ કુમાર ઉંંમર કેદ (1 લાખ દંડ) દુષ્કર્મ / હત્યા
આનંદ દત્તા 5 વર્ષ કેદ (50 હજાર દંડ)) પુરાવાનો નાશ
તિલક રાજ 5 વર્ષ કેદ (50 હજાર દંડ)) પુુરાવાનો નાશ
સુરેન્દ્ર 5 વર્ષ કેદ (50 હજાર દંડ)) પુરાવાનો નાશ
જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં બંજારા સમુદાયની 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવાના મામલે વિશેષ કોર્ટે આજે (સોમવારે) ચૂકાદો (Kathua Rape Case Verdict) આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્ટે સાતમાંથી 6 આરોપીઓને દોષી જાહેર કર્યા છે. દોખી જાહેર કરવામાં આવેલા 6 આરોપીઓના નામ સાંઝી રામ, દીપક ખજૂરિયા, આનંદ દત્તા, તિલક રામ, સુરેન્દ્ર અને પ્રવેશ છે. ત્યારે કોર્ટે વિશાલ જંગોત્રાને આ મામલે નિર્દોષ ગણાવ્યો છે. આ મામલે દોષી ગણાવવામાં આવેલા 6 આરોપીઓમાંથી 4 પોલીસ કર્મી છે. સાંઝી રામ ગામના મુખીયા હતા. દીપક ખજૂરિયા સ્પેશિયલ પોલીસ અધિકારી હતા. તિલક રાજ હેડ કોંસ્ટેબલ છે અને આનંદ દત્તા એસઆઇ છે. થોડીવારમાં સ્પેશિયલ કોર્ટ સજાની જાહેરાત કરશે.