‘વાયુ’વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠાના 74 ગામના 35 હજાર લોકોનું સ્થળાંતર

  • ‘વાયુ’વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠાના 74 ગામના 35 હજાર લોકોનું સ્થળાંતર
    ‘વાયુ’વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠાના 74 ગામના 35 હજાર લોકોનું સ્થળાંતર

પોરબંદર: રાજ્યમાં આવી રહેલા આફતના વાવાઝોડાને લઇને સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવતા 74 ગામોમાંથી લોકોનુ કરાશે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા માટેનું સુચન આપી દેવામાં આવ્યું છે. 

પોરબંદર જિલ્લાની તમામ શાળા અને કોલેજોને ત્રણ દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાને લઇને 12થી14 તારીખ સુધી તકેદારીના ભાગ રૂપે શાળા કોલેજોમાં રજાઓ આપી દેવામાં આવી છે. તંત્રએ સુરક્ષાના ભાગ રૂપે પોરબંદર જિલ્લામાં એનડીઆરએફની 3 ટીમોની મદદ લેવામાં આવશે. રાજ્યમાં વાયુ વાવાઝોડાને કારણે કોઇ જાનહાની ન થાય તે માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.