દિગ્ગજ સાહિત્યકાર-અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષની ઉંમરે નિધન, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

  • દિગ્ગજ સાહિત્યકાર-અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષની ઉંમરે નિધન, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
    દિગ્ગજ સાહિત્યકાર-અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષની ઉંમરે નિધન, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

વી દિલ્હી: પ્રખ્યાત કન્નડ નાટ્યકાર, એક્ટર, ડિરેક્ટર અને સ્ક્રીન રાઈટર ગિરીશ કર્નાડનું આજે વહેલી સવારે 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ ઘણાં સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. મલ્ટીપલ ઓર્ગન્સ ફેઈલ થવાના કારણે આજે સવારે બેંગલુરુમાં તેમનું નિધન થયું છે. કર્નાડના નિધનથી સાહિત્ય અને સિનેમા જગતમાં શોકની લાગણી છે. તેમનો જન્મ 19 મે 1938માં મહારાષ્ટ્રના માથેરાનમાં થયો હતો. તેમને ભારતના પ્રખ્યાત સમકાલીન લેખક, અભિનેતા, ફિલ્મ ડિરેક્ટર અને નાટ્યકાર તરીકે ઓળખવામાં આવે છે. તેમને પદ્મભૂષણ, પદ્મ શ્રી અને જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાઝવામાં આવ્યા છે. ગિરીશ કર્નાડે સલમાન ખાનની ફિલ્મ 'એક થા ટાઈગર' અને 'ટાઈગર અભી ઝિંદા હૈ'માં પણ કામ કર્યું હતું.  ગિરીશે કર્ણાટક આર્ટ્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશ કર્યું હતું. આગળનો અભ્યાસ ઈંગ્લેન્ડમાં કર્યો હતો અને ત્યારપછી તેઓ ભારત પરત આવ્યા હતા. તેમણે ચેન્નાઈમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસમાં સાત વર્ષ સુધી કામ કર્યું હતું. પરંતુ થોડા સમય પછી રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી તેઓ થિયેટરમાં કામ કરવા લાગ્યા હતા. ગિરીશ યુનિવર્સિટી ઓફ શિકાગોમાં પ્રોફેસર પણ રહી ચૂક્યા છે પરંતુ નોકરીમાં મન ન લાગતા તેઓ ફરી ભારત આવી ગયા હતા. આ વખતે તેઓ સંપૂર્ણપણે ફિલ્મો અને સાહિત્ય સાથે જોડાઈ ગયા હતા.