હવે, બજારમાં આવશે 10 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે ખાસ

  • હવે, બજારમાં આવશે 10 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે ખાસ
    હવે, બજારમાં આવશે 10 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે ખાસ

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) 10 રૂપિયાની નવી નોટ જારી કરવા જઇ રહી છે. નવી નોટ પર આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. કેન્દ્રિય બેંકના એક નિવેદનમાં કહેવાયું છે કે, મહાત્મા ગાંધીજીના ફોટા સાથેની 10 રૂપિયાની નવી નોટ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. કેન્દ્રિય બેંકે કહ્યું કે, પૂર્વમાં જારી 10 રૂપિયાની નોટ ચલણમાં યથાવત રહેશે.  RBI આ નોટ પણ જારી કરશે
નવા આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસની સહીવાળી મહાત્મા ગાંધીના ફોટા સાથેની ન્યૂ સીરિઝમાં 200 અને 500 રૂપિયાની પણ નવી નોટ જારી કરવાની ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઇ તરફથી 20 રૂપિયાની નોટ જારી કરવાની પણ વાત કરવામાં આવી છે. પરંતુ આરબીઆઇએ એ પણ સ્પષ્ટતા કરી છે કે હાલની ચલણી નોટ યથાવત રહેશે.  કેવી હશે 20 રૂપિયાની નોટ?
RBI તરફથી આપવામાં આવેલ વિગતે અનુસાર 20 રૂપિયાની નવી નોટ લીલા રંગના શેડમાં પીળાશ પડતી હશે. આ નોટ અંદાજે 29 મીમી લંબાઇ અને 63 મીમી પહોળી હોઇ શકે છે. નોટના પાછળના ભાગમાં ઇલોરાની ગુફાઓનું ચિત્ર અપાયું છે કે જે દેશની સંસ્કૃતિને પ્રદર્શિત કરશે. સાથોસાથ સ્વચ્છ ભારતનો સંદેશો પણ હશે.