EVM-VVPAT અંગે વિપક્ષના વાર, શાહનો પલટવાર કહ્યું- લોહીની નદીઓ જેવાં નિવેદનથી કોને પડકારે છે વિપક્ષ

  • EVM-VVPAT અંગે વિપક્ષના વાર, શાહનો પલટવાર કહ્યું- લોહીની નદીઓ જેવાં નિવેદનથી કોને પડકારે છે વિપક્ષ

નવી દિલ્હી: વિપક્ષી પાર્ટીઓને ચૂંટણી પંચ તરફથી મોટો ઝાટકો લાગ્યો છે. ચૂંટણી પંચે VVPATને EVM સાથે મેળવવાની તે માગને ફગાવી દીધી છે જેમં 50 ટકા સ્લીપને મેળવવાની વાત કરવામાં આવી હતી. ચૂંટણ પંચે એક લાંબા વિચાર વિમર્શ બાદ કહ્યું કે, વીવીપેટ સ્લીપની ગણતરીમાં કોઈ જ ફેરફાર નહીં થાય. જે રીતે ગણતરી થવાની છે તે જ પદ્ધિતિથી થશે. મંગળવારે 22 જેટલાં વિપક્ષી દળ ચૂંટણી પંચને મળ્યા હતા અને વીવીપેટની 50 ટકા સ્લીપને મેળવવાની માગ કરી હતી. ચૂંટણી પંચના નિર્ણય બાદ ડાબેરી નેતા સીતારામ યેચુરીએ ટ્વીટ કરી કહ્યું છે કે દેશમાં લૉ એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડી શકે છે. તો અમિત શાહે પણ એક પછી એક ટ્વીટ કરી EVMથી ચૂંટણીમાં જીત મેળવનાર પાર્ટીઓએ ક્યારેક તો સત્તા સંભાળી હતી તો તેઓએ કેમ સરકાર બનાવી હતી તેવા સવાલો કર્યા છે.