પરિણામો પછી હિંસાની આશંકાના પગલે દેશભરમાં હાઈ એલર્ટ જાહેર

  • પરિણામો પછી હિંસાની આશંકાના પગલે દેશભરમાં હાઈ એલર્ટ જાહેર

નવી દિલ્હીઃ ગુરુવારે મત ગણતરી પછી દેશભરમાં તોફાનો થવાની આશંકા તેમજ એ સંબંધે કેટલાંક નેતાઓના નિવેદનો પછી કેન્દ્રિય ગૃહ મંત્રાલયે દેશના વિવિધ રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. પરિણામો પછી મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં મોટાપાયે હિંસા કે તોડફોડના બનાવો બની શકે તેવી ધારણા છે. ગૃહ સચિવે દરેક રાજ્યોના ગૃહ મંત્રાલયને સત્તાવાર જાણ કરીને તકેદારીના આવશ્યક પગલાંઓ લેવા સુચના આપી દીધી છે. ગૃહ મંત્રાલયે રાજ્યોના પ્રમુખ સચિવો અને ડીજીપીને પત્ર લખી રાજ્યોમાં કાયદો-વ્યવસ્થા અને શાંતિ બની રહે તેવા આદેશ આપ્યાં છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે જરૂરી પગલાં ઉઠાવે. જ્યાં મતગણતરી થઈ રહી છે તે જગ્યાએ પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા નિશ્ચિત કરવામાં આવે. ગૃહ મંત્રાલયે આ નિર્ણય EVM પર ઉઠાવવામાં આવતા સવાલો અને વોટની ગણતરી દરમિયાન હિંસાની ધમકીઓ વચ્ચે લીધો છે.