શું સર્વનાશને આમંત્રણ આપી રહ્યું છે ઈરાન? ઈરાની અધિકારીએ ડોનાલ્ડ ટ્રંપને કહ્યું કંઇક આવું...

  • શું સર્વનાશને આમંત્રણ આપી રહ્યું છે ઈરાન? ઈરાની અધિકારીએ ડોનાલ્ડ ટ્રંપને કહ્યું કંઇક આવું...

તેહરાન: ઈરાન અને અમેરિકાની વચ્ચે ઘર્ષણ ભર્યા હાલાત સતત બની રહ્યાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ઈરાનમાં સર્વનાશ કરવાની વાત કરી તો તેના જવાબમાં ઈરાનના એક અધિકારીએ ટ્રમ્પ માટે ખુબ જ કડવા શબ્દનો પ્રયોગ કર્યો છે. ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ ટ્રમ્પને એક ‘માથાભારે રાષ્ટ્રપતિ’ ગણાવતા કહ્યું કે, તેરહાનની સામે તેમની ધમકીઓ કામ નહીં આવે અને જો ટ્રમ્પ ઈરાન સાથે વાત કરવા ઇચ્છે છે તો તેમણે તેમના પ્રતિ સન્માન, સાથે જ એક સ્થિર સંદેશ પર કાયમ રહેવું પડશે.

 

ઈરાની સંસદના વિદેશી મામલે નિયામક હુસૈન આમિર-અબ્દુલાહિયાને સોમવારે સીએનએન સાથેની એક મુલાકાતમાં કહ્યું કે, ટ્રમ્પ ‘માથાભારે’ છે અને તેમનું વહીવટ 'ગુંચવણભર્યું' છે. ટ્રમ્પે રવિવારે ટ્વિટ કરી ઈરાનને ચેતવણી આપી હતી કે, ‘ક્યારે પણ અમેરીકાને ધમકી ના આપે’ અને સાથે કહ્યું હતું કે, તેહરાન યુદ્ધ ઇચ્છે છે તો આ ઈસ્લામીક દેશનો ‘સત્તાવાર અંત’ થશે. હુસૈનની આ ટિપ્પણી ટ્રમ્પની આ ટ્વિટ્સ પછી આવી છે.