પાકિસ્તાનની હાલત ખરાબ: ટોચની બેંકે કહ્યું- આર્થિક સ્થિતિ સંકટમાં, જાણો કેમ...

  • પાકિસ્તાનની હાલત ખરાબ: ટોચની બેંકે કહ્યું- આર્થિક સ્થિતિ સંકટમાં, જાણો કેમ...

નવી દિલ્હી: પાકિસ્તાનમાં આગામી નાણાકિય વર્ષમાં મોંઘવારી તેની ટોચ પર હશે. ત્યાંની ટોચની બેંક સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (એસબીપી)એ તેને લઇને ચેતવણી આપી છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને સોમવારે તેમના પોલિસી સેટમાં 150 બેસિસ પોઇન્ટનો વધારો કરી 12.25 ટકાનો વધારો કર્યો છે. આ માર્કેટ અપેક્ષાઓથી લગભગ 50 બેસિસ પોઇન્ટ ઊંચો છે. તેની અસર સીધી રીતે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર પડશે અને ત્યાં વસ્તુઓના ભાવ વધવા લાગશે.

 

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના અનુસાર દિવસે દિવસે નબળા થતા પાકિસ્તાની રૂપિયાના કારણે ઝડપી વધી રહી છે મોંઘવારી અને ભવિષ્યમાં મોંઘવારીને લઇને ચાલી રહેલી અપેક્ષાઓના કારણે રાજકોષીય ખાધ વધી રહી છે. આ કારણથી પાકિસ્તાનમાં વસ્તુના ભાવ વધી રહ્યાં છે અને આગળ પણ વધી શકે છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલી ચેતવણી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ની તરફથી પાકિસ્તાનને મળી રહેલા 6 અબજ ડોલરના પેકેજ દરમિયાન કરવામાં આવી હતી. એવામાં આ પેકેજને લઇને જટિલ હાલાત બની શકે છે.