આખરે વિવેક ઓબેરોયને ડિલીટ કરવું પડ્યું ઐશ્વર્યા રાયવાળું TWEET, માંગી માફી

  • આખરે વિવેક ઓબેરોયને ડિલીટ કરવું પડ્યું ઐશ્વર્યા રાયવાળું TWEET, માંગી માફી

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય પોતાની આગામી ફિલ્મ 'નરેંદ્ર મોદી'ને લઇને ખૂબ ચર્ચામાં છે, પરંતુ આ દરમિયાન તેમણે એક ટ્વિટ કરીને પોતાને વિવાદોમાં ખેંચી લીધા છે. સોમવારે વિવેકે પોતાના ટ્વિટર હેંડલ પર એક મીમ શેર કર્યું હતું, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, વિવેક અને અભિષેક બચ્ચન સાથે નજરે પડી રહ્યા છે. આ પોસ્ટ પર ઐશ્વર્યા રાયને ટાર્ગેટ કરતાં પોલ્સના પરિણામોની મજાક બનાવવામાં આવી હતી. આ પોસ્ટ બાદ વિવેક ઓબેરોયને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી વિવેકે પોસ્ટ કર્યાની થોડીવાર પછી મહારાષ્ટ્ર મહિલા આયોગે એક્ટરના નામે નોટીસ જાહેર કરી હતી.