આણંદ: આંકલાવ તાલુકા પાસે ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે 7ના મોત

  • આણંદ: આંકલાવ તાલુકા પાસે ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે 7ના મોત

આણંદ: આંકલાવ તાલુકા પાસે આવેલા ગંભીરા ગામ પાસે ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે જ 7 લોકોના મોત થયા હતા. જ્યારે 10 કરતા પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

ટેન્કર અને પિકઅપ વેન વચ્ચે થયેલા અકસ્માતમાં પિક અપ વેનમાં સવાર તમામ લોકોના મોત થયા છે. રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી ટેન્કર અને પિકઅપ વેન ઘડાકા ભેર ટકરાઇ હતી. જેમાં પિકઅપ વેનનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. પિકવેનમાં સવાર 7 જેટલા લોકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા.