World Cupના ઈતિહાસમાં આ ટીમે ફટકારી છે સૌથી વધુ સદી, ટીમ ઈન્ડિયા બીજા સ્થાને

  • World Cupના ઈતિહાસમાં આ ટીમે ફટકારી છે સૌથી વધુ સદી, ટીમ ઈન્ડિયા બીજા સ્થાને
    World Cupના ઈતિહાસમાં આ ટીમે ફટકારી છે સૌથી વધુ સદી, ટીમ ઈન્ડિયા બીજા સ્થાને

નવી દિલ્હીઃ ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ એટલે કે World Cupના 4 દાયકા કરતા વધુ ઈતિહાસમાં અત્યાર સુધી તમામ રેકોર્ડ બન્યા અને તુટ્યા છે. એવો એક રેકોર્ડ છે કે અત્યાર સુધી કઈ ટીમે વિશ્વ કપ મેચોમાં સૌથી વધુ સદી ફટકારી છે? ભલે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે બેટ્સમેન તરીકે વિશ્વકપમાં સૌથી વધુ સદી ફટકારી હોય પરંતુ આ મામલામાં ભારત બીજા સ્થાન પર છે.  વિશ્વ કપના 44 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાએ 26 સદી ફટકારી છે. અલગ-અલગ ખેલાડીઓ દ્વારા ફટકારવામાં આવેલી આ 26 સદી વિશ્વ કપમાં કોઈપણ એક ટીમ દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સદી છે. પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા આ મામલામાં જ્યાં પ્રથમ સ્થાને છે, તો બે વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા બીજા સ્થાને છે. સૌથી વધુ સદી ફટકારવામાં ભારત ઓસ્ટ્રેલિયા કરતા વધુ પાછળ નથી. ભારતે અત્યાર સુધી 25 સદી ફટકારી છે.  ઓસ્ટ્રેલિયા (26) અને ભારત (25) બાદ શ્રીલંકા 23 સદી સાથે ત્રીજા સ્થાન પર છે. તો વિશ્વ કપની શરૂઆતી બે સિઝન પોતાના નામે કરનારી વેસ્ટ ઈન્ડિઝ ટીમ અત્યાર સુધી 17 સદી ફટકારી શકી છે. તેવામાં આ વખતે સૌથી વધુ સદીનો રેકોર્ડ વિરાટ કોહલીની સેના પોતાના નામે કરવા ઈચ્છશે. આમ તો આ સમયે સદીના મામલામાં ટીમ ઈન્ડિયા સૌથી વધુ અનુભવી છે. હવે જોવાનું રહેશે કે ટીમ ઈન્ડિયા આ રેકોર્ડને પોતાના નામે કરી શકશે કે નહીં.