World Cup 2019: ઈંગ્લેન્ડની ટીમમાં ત્રણ ફેરફાર, જોફ્રા આર્ચરને મળી વિશ્વકપની ટિકિટ

  • World Cup 2019: ઈંગ્લેન્ડની ટીમમાં ત્રણ ફેરફાર, જોફ્રા આર્ચરને મળી વિશ્વકપની ટિકિટ
    World Cup 2019: ઈંગ્લેન્ડની ટીમમાં ત્રણ ફેરફાર, જોફ્રા આર્ચરને મળી વિશ્વકપની ટિકિટ

લંડનઃ 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે યજમાન ઈંગ્લેન્ડે પોતાની વિશ્વકપની ફાઇનલ ટીમની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડે વિશ્વ કપની ફાઇનલ ટીમમાં ત્રણ ફેરફાર કર્યાં છે. વિશ્વ કપની ટીમમાં જોફ્રા આર્ચરને સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય લિયામ ડોસન અને જેમ્સ વિન્સેને પણ ટીમમાં જગ્યા મળી છે. આર્ચરને ડેવિડ વિલી, લિયામ ડોસનને જો ડેનલી અને જેમ્સ વિન્સને એલેક્સ હેલ્સની જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું છે. વિશ્વ કપ માટે ઈંગ્લેન્ડની ફાઇનલ ટીમઃ ઇયાન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, જોસ બટલર, ટોમ કરન, લિયામ ડોસન, લિયામ પ્લંકેટ, આદિલ રશિદ, જો રૂટ, બેન ટોસ્ક્સ, જેમ્સ વિન્સે, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.