ધોરણ-10માં નાપાસ થતા વિદ્યાર્થીનીએ 6 માળની બિલ્ડીંગ પરથી લગાવી મોતની છલાંગ

  • ધોરણ-10માં નાપાસ થતા વિદ્યાર્થીનીએ 6 માળની બિલ્ડીંગ પરથી લગાવી મોતની છલાંગ

રાજકોટ :આજે ધોરણ-10નું પરિણામ આવ્યું છે. જેમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પાસ થનારા વિદ્યાર્થીઓના ઘરે સેલિબ્રેશન થઈ રહ્યું છે, તો બીજી તરફ નાપાસ તથા ઓછા માર્કસના વિદ્યાર્થીઓ હતાશ થયા છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે આવા પરિણામથી નાસીપાસ થઈ જાય છે. આવો જ એક કિસ્સો ઉપલેટામાં બન્યો છે. નાપાસ થનાર ઉપલેટાની વિદ્યાર્થીનીએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે આજે ધોરણ 10નું બોર્ડનું પરિણામ આવતા વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઉપેલટાની ઉષાગૌરી નલીનભાઈ પરમાર નામની યુવતી બે વિષયોમાં નાપાસ થઈ હતી. તેણે પોરબંદર રોડ પર કાળાનાલા પાસે આવેલ 6 માળની બિલ્ડીંગ પરથી કૂદકો લગાવ્યો હતો. જોકે, ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનના છાપરા પર તે પડતા તેનો જીવ બચી ગયો હતો. આસપાસના લોકોએ તથા દુકાનદારોએ તાત્કાલિક તેને સારવાર માટો હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ તેની તબિયત સારી હોવાનું કહેવાય છે. 
વિદ્યાર્થીનીની માતા GRD માં ફરજ બજાવે છે.