ઉમરેઠ : બાળકને બચાવવા 4 મહિલાઓ નદીમાં કૂદી, 4 મોતથી લગ્ન પ્રસંગમાં છવાયો માતમ

  • ઉમરેઠ : બાળકને બચાવવા 4 મહિલાઓ નદીમાં કૂદી, 4 મોતથી લગ્ન પ્રસંગમાં છવાયો માતમ
    ઉમરેઠ : બાળકને બચાવવા 4 મહિલાઓ નદીમાં કૂદી, 4 મોતથી લગ્ન પ્રસંગમાં છવાયો માતમ

આણંદ :આણંદમાં લગ્નપ્રસંગે આવેલા જાનૈયાઓ સાથે અજીબ ઘટના બની હતી. આણંદના ઉમરેઠ પાસે આવેલ મહીસાગર નદીમાં ચાર જાનૈયાઓના ડૂબીને મોત નિપજ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠના પ્રતાપપુરા ગામની આ ઘટના છે. મોરબીથી કેટલાક લોકો લગ્ન પ્રસંગમાં આણંદના ઉમરેઠમાં આવ્યા હતા. ત્યારે જાનમા આવેલી કેટલીક મહિલાઓ મહીસાગર નદીએ નાહવા ગઈ હતી. આ સમયે એક બાળક નદીમાં લપસી ગયું હતુ. ત્યારે આ બાળકને ચાર મહિલાઓ બચાવવા ગઈ હતી. પરંતુ તેમાંથી ત્રણ મહિલાઓ અને એક બાળકનું મોત નિપજ્યું છે, જ્યારે કે, એક મહિલાનો બચાવ થયો હતો.