World Cup 2019: ઈંગ્લેન્ડ જતા પહેલા વિરાટની પત્રકાર પરિષદ, કહ્યું વિશ્વકપમાં બોલરોની ભૂમિકા મહત્વની રહેશે

  • World Cup 2019: ઈંગ્લેન્ડ જતા પહેલા વિરાટની પત્રકાર પરિષદ, કહ્યું વિશ્વકપમાં બોલરોની ભૂમિકા મહત્વની રહેશે

મુંબઈઃ ભારતીય ટીમ બુધવાર (22 મે)એ વિશ્વ કપમાં ભાગ લેવા માટે ઈંગ્લેન્ડ રવાના થવાની છે. ભારતીય ટીમ 25 મેએ પ્રેક્ટિસ મેચ રમશે. ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ટીમના કોચ રવિ શાસ્ત્રીએ મીડિયા સાથે વાત કરી હતી.  ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, બધા ખેલાડીઓ સારા ફોર્મમાં છે. અમારી ટીમમાં સંતુલન છે. આ વિશ્વકપમાં બોલરોની ભૂમિકા મહત્વની રહેશે. ઈંગ્લેન્ડમાં હાઈ સ્કોરિંગ મેચ થઈ શકે છે. અમારૂ ધ્યાન અમારી ક્ષમતા પ્રમાણે સારૂ ક્રિકેટ રમવા પર છે. આ એક ચેલેન્જિંગ વિશ્વ કપ રહેશે.  કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે, આ વિશ્વકપ એક પડકારજનક રહેશે. ગમે તે ટીમ ગમે ત્યારે કોઈપણ ટીમને હરાવવાની ક્ષમતા ધરાવે છે. શાસ્ત્રીએ કહ્યું કે, આ વિશ્વકપમાં કોઈ ટીમ નબળી નથી. આ સાથે રવિ શાસ્ત્રીએ કહ્યું કે, કેદાર જાધવ માટે મોટી તક છે. કોચ શાસ્ત્રીએ જણાવ્યું કે, અમારે ત્યાંની પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવાનો છે.