નહીં થાય 100 ટકા EVM-VVPATનું મેચ, સુપ્રીમ કોર્ટે પિટિશનને ગણાવી 'વાહિયાત'

  • નહીં થાય 100 ટકા EVM-VVPATનું મેચ, સુપ્રીમ કોર્ટે પિટિશનને ગણાવી 'વાહિયાત'

નવી દિલ્હી: 100 ટકા EVM-VVPAT મેચની માગ કરનાર અરજી સુપ્રીમ કોર્ટે નાકારી કાઢી છે. એક એનજીઓએ આ માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને વાહિયાત ગણાવતા કહ્યું કે, એક જ માગ વારંવાર ના સાંભળી શકીએ, લોકો પોતાની સરકાર જાતે પસંદ કરે છે. કોર્ટ તેની સામે આવશે નહીં. આ પહેલા 21 વિપક્ષી પાર્ટીઓએ 50 ટકા મેચની માગ કરી હતી.

 

રાજકીય પક્ષની અરજી રદબાતલ
આ પહેલા EVM-VVPAT મેચ કરવાને લઇને કોંગ્રેસ સહિત 21 પાર્ટીઓને સુપ્રીમ કોર્ટથી રહાત મળી ન હતી. સુપ્રીમ કોર્ટે 21 પાર્ટીઓની પુનર્વિચાર અરજી નકારી કાઢી હતી. 8 એપ્રીલે સુપ્રીમ કોર્ટે દરક વિધાનસભામાં એક EVMને VVPATથી મેચને વધારી 5 કરી દીધા હતા, પરંતુ વિપક્ષી પાર્ટીઓએ મેચને 50 ટકા કરવાની માગ કરી હતી. વિપક્ષના નેતા ચંદ્રબાબૂ નાયડૂ, અખિલેશ યાદવ, કે સી વેણુગોપલ, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, સતીશ ચંદ્ર મિશ્ર સહિત વિપક્ષના 21 નેતાઓએ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં EVM દ્વારા કરવામાં આવતી ચૂંટણીમાં ખલેલની આશંકા વ્યક્ત કરતા 50 ટકા સુધી VVPAT સ્લિપ્સનs EVMથી મેચ કરવાની માગ કરી હતી.